નવરાશ નથી રે, નવરાશ નથી રે, કોઈને જીવનમાં, નવરાશ નથી રે
પોતપોતાની વાતોમાં રહે સહુ ડૂબ્યા, બીજાની વાતોમાં, નવરાશ નથી રે
રહ્યા છે મુસીબતોનો સામનો સહુ કરતા, મુસીબતોમાંથી, નવરાશ નથી રે
મેળવવા ને મેળવવા મથ્યા રહે સહુ જગમાં, મેળવવામાંથી, સહુને, નવરાશ નથી રે
સહુ સહુના કામમાં છે રચ્યા-પચ્યા, સહુને પોતાના કામમાંથી, નવરાશ નથી રે
વિચારો ને વિચારોમાં રહે સહુ અટવાતા, પોતાના વિચારોમાંથી, સહુને નવરાશ નથી રે
આદતો ને આદતોમાં રહે સહુ ડૂબ્યાં, પોતાની આદતોમાંથી, સહુને નવરાશ નથી રે
મોટાઈ ને બડાશ, જગમાં સહુ મારતાં રહે, એમાંથી સહુને તો, નવરાશ નથી રે
ચડસાચડસી, કરતા રહે સહુ જગમાં, એમાંથી તો સહુને, નવરાશ નથી રે
અન્યની ભૂલો સહુ ગોતતાં ને ગોતતાં રહે, ખુદની ભૂલ ગોતવા, નવરાશ નથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)