1992-05-31
1992-05-31
1992-05-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15908
જીવન તો છે, સુખદુઃખનો તો સરવાળો રે, સુખદુઃખનો તો સરવાળો
જીવન તો છે, સુખદુઃખનો તો સરવાળો રે, સુખદુઃખનો તો સરવાળો
કર્મે કર્મે, ક્ષણે ક્ષણે, મંડાતોને મંડાતો રહેશે રે, એનો તો સરવાળો
કર્મે કર્મે, પથરાતો રહેશે રે, જીવનમાં, પાપ પુણ્યનો તો પથારો
સફળતા નિષ્ફળતા રે જીવનમાં, કરતા રહેશે રે, સુખદુઃખનો તો ઉતારો
પળે પળે વધતોને ઘટતો રહેશે રે, જીવનમાં એનો તો વારો
ચાહે સહુ ખાલી, સુખ તો જીવનમાં આવે સાથે, દુઃખનો ભી તો વારો
છૂટતો નથી રે જીવનમાં સુખદુઃખનો, એકબીજાનો તો સથવારો
રચતા રહ્યા ને તૂટતા રહ્યા, સહુના જીવનમાં તો, આશાના મિનારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવન તો છે, સુખદુઃખનો તો સરવાળો રે, સુખદુઃખનો તો સરવાળો
કર્મે કર્મે, ક્ષણે ક્ષણે, મંડાતોને મંડાતો રહેશે રે, એનો તો સરવાળો
કર્મે કર્મે, પથરાતો રહેશે રે, જીવનમાં, પાપ પુણ્યનો તો પથારો
સફળતા નિષ્ફળતા રે જીવનમાં, કરતા રહેશે રે, સુખદુઃખનો તો ઉતારો
પળે પળે વધતોને ઘટતો રહેશે રે, જીવનમાં એનો તો વારો
ચાહે સહુ ખાલી, સુખ તો જીવનમાં આવે સાથે, દુઃખનો ભી તો વારો
છૂટતો નથી રે જીવનમાં સુખદુઃખનો, એકબીજાનો તો સથવારો
રચતા રહ્યા ને તૂટતા રહ્યા, સહુના જીવનમાં તો, આશાના મિનારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana tō chē, sukhaduḥkhanō tō saravālō rē, sukhaduḥkhanō tō saravālō
karmē karmē, kṣaṇē kṣaṇē, maṁḍātōnē maṁḍātō rahēśē rē, ēnō tō saravālō
karmē karmē, patharātō rahēśē rē, jīvanamāṁ, pāpa puṇyanō tō pathārō
saphalatā niṣphalatā rē jīvanamāṁ, karatā rahēśē rē, sukhaduḥkhanō tō utārō
palē palē vadhatōnē ghaṭatō rahēśē rē, jīvanamāṁ ēnō tō vārō
cāhē sahu khālī, sukha tō jīvanamāṁ āvē sāthē, duḥkhanō bhī tō vārō
chūṭatō nathī rē jīvanamāṁ sukhaduḥkhanō, ēkabījānō tō sathavārō
racatā rahyā nē tūṭatā rahyā, sahunā jīvanamāṁ tō, āśānā minārō
|