આવ્યો જગમાં લઈને એને તું સાથે, રહ્યું ના એ તો, સાથે ને સાથે
છે આ કહાની તો, તારી ને તારા મનની (2)
કરશે ક્યારે એ તો શું, પહોંચશે ક્યારે એ તો ક્યાં, ના એ તો કહી શકાશે - છે...
દેખાયે ના એ તો જગમાં, અનુભવમાં તોય એ તો અનુભવાશે - છે...
કદી ગમશે એને એક, કદી ગમશે એને બીજું, ગમશે શું, ના એ તો કહેવાશે - છે...
કરાવે સુખદુઃખનો અનુભવ, જોડાય જ્યારે જેવી રીતે એ તો જેની સાથે - છે...
રહી સાથે ને સાથે, ખાશે ના દયા એ તો તારી, દોડતું ને દોડાવતું એ તો રહેશે - છે...
કરીશ યત્નો લેવા એને કાબૂમાં, ક્યારેક આવશે હાથમાં, પાછું એ તો છટકી જાશે - છે...
ખાતો ના દયા એની તું, બનજે મક્કમ એમાં તું, હાથમાં ત્યારે એ તો આવશે - છે...
મળશે જ્યાં, પૂરો એનો સાથ, પ્રભુદર્શન આવશે ત્યારે તો તારે હાથ - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)