સમય લાગશે, સમય પાકશે જગતમાં, હરેક વાતને તો સમય લાગશે
વાવ્યું તેં આજ, મળશે તને કાલ, પાકતાં ફળ, જગતમાં તો, સમય લાગશે
ઘેરાયેલા હશે વાદળ તો જ્યાં, એને વરસતા ધરતી પર, સમય તો લાગશે
બને સહુ નાનામાંથી તો મોટા, બનતા મોટા તો જગતમાં, સમય તો લાગશે
પડતાં-પડતાં તો પડશે રે જીવનમાં, આદત પડતાં જીવનમાં, સમય તો લાગશે
હરેક કાર્યની શરૂઆત જીવનમાં તો થાશે, થાતા પૂરું રે એને, સમય તો લાગશે
હરેક ઓટ પછી ભરતી સાગરમાં તો આવશે, ભરતી આવતા, સમય તો લાગશે
ઊગશે સૂરજ તો ધરતી પર, આથમતાં એને ધરતી પર, સમય તો લાગશે
કરવું છે કાર્ય તારે જીવનમાં, લક્ષ્યમાં ત્યારે આ રાખજે, પૂરું કરતા, સમય તો લાગશે
થાતો ના ઉતાવળો તું જીવનમાં, ઉતાવળે આંબા ના પાકશે, એને સમય તો લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)