1992-06-23
1992-06-23
1992-06-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15966
તારી માયાના પડદા હટાવ્યા વિના પ્રભુ, જીવનમાં દર્શન તારા ક્યાંથી થાશે

હૈયે ભાવ તારા સાચા જાગ્યા વિના રે પ્રભુ, તારી કૃપાના બિંદુ ક્યાંથી મળશે
જીવનના વ્યવહાર ને તારી ભક્તિ રે પ્રભુ, એક સ્થાનમાં તો ક્યાંથી રહેશે
ભૂલવું નથી ભાન જગનું જેણે જીવનમાં રે પ્રભુ, ધ્યાન એને તારું તો ક્યાંથી થાશે
સમજે ને રાચે માયામાં તારી, સમજી રાચી રે પ્રભુ, નજદીક તારી એ ક્યાંથી આવશે
નજરે-નજરે રમતું રહે જગ જ્યાં સદા તારું પ્રભુ, નજરમાં ત્યાં તું ક્યાંથી આવશે
મટ્યું નથી જીવનમાં તો જ્યાં મારું-મારું, પ્રભુને તારા તું ક્યાંથી કરી શકશે
સુખના ઓડકાર ખાવા છે, દુઃખ ના અપનાવી શક્યો, સુખના ઓડકાર ક્યાંથી મળશે
રાત-દિવસ રટતો રહ્યો તું માયાને, પ્રભુ કાજે સમય જીવનમાં ક્યાંથી મળશે
સમજણ આવે ને રહે જો એ તો ભૂંસાતી, સમજણ જીવનમાં ક્યાંથી એ ટકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī māyānā paḍadā haṭāvyā vinā prabhu, jīvanamāṁ darśana tārā kyāṁthī thāśē
haiyē bhāva tārā sācā jāgyā vinā rē prabhu, tārī kr̥pānā biṁdu kyāṁthī malaśē
jīvananā vyavahāra nē tārī bhakti rē prabhu, ēka sthānamāṁ tō kyāṁthī rahēśē
bhūlavuṁ nathī bhāna jaganuṁ jēṇē jīvanamāṁ rē prabhu, dhyāna ēnē tāruṁ tō kyāṁthī thāśē
samajē nē rācē māyāmāṁ tārī, samajī rācī rē prabhu, najadīka tārī ē kyāṁthī āvaśē
najarē-najarē ramatuṁ rahē jaga jyāṁ sadā tāruṁ prabhu, najaramāṁ tyāṁ tuṁ kyāṁthī āvaśē
maṭyuṁ nathī jīvanamāṁ tō jyāṁ māruṁ-māruṁ, prabhunē tārā tuṁ kyāṁthī karī śakaśē
sukhanā ōḍakāra khāvā chē, duḥkha nā apanāvī śakyō, sukhanā ōḍakāra kyāṁthī malaśē
rāta-divasa raṭatō rahyō tuṁ māyānē, prabhu kājē samaya jīvanamāṁ kyāṁthī malaśē
samajaṇa āvē nē rahē jō ē tō bhūṁsātī, samajaṇa jīvanamāṁ kyāṁthī ē ṭakaśē
|