અપનાવી નથી શક્યો જીવનમાં તું જેને, હક્કદાવા કરે છે એના પર તું શાને
જરૂરિયાતે જોઈએ જીવનમાં બધું તો તને, વિચાર ના આવે, અન્યનો તને તો શાને
છે એકતરફી તો વ્યવહાર તારા, રાખે ના અન્યને, લક્ષ્યમાં તો તું શાને
છોડી નથી શકતો વિકારો તો તું તારા, દુઃખદર્દની ચીસ પાડે છે તું શાને
છે નજરમાં ને હૈયામાં, શંકા-કુશંકા તો જ્યારે, વિશ્વાસની આશા, રાખે છે તું શાને
પાત્રતા વિના, મળે ના કાંઈ તો જગમાં, કરતો નથી ઊભી પાત્રતા, તારામાં તું શાને
જોઈએ છે જીવનમાં જ્યાં પ્યાર તો તને, વેરઝેરના બીજ, તું વાવતો રહે છે શાને
જોઈએ છે પ્રકાશ જીવનમાં તો તને, અંધારે રહ્યો છે ફરતો ને ફરતો, તું તો શાને
લોભ, લાલચ, અહં, છૂટયા નથી જ્યાં હૈયે, સમજી રહ્યો છે પવિત્ર, તને તું તો શાને
અપનાવી નથી શક્યો પ્રભુને તું જ્યાં હૈયે, દર્શનની આશા રાખી રહ્યો છે તું શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)