કામ છે તારું, જોઈએ છે તને, કર સલામ હવે તો તું પ્રભુને
કરી સલામ ઘણી તેં તો માનવને, મળ્યું એમાં તો શું તને - કર સલામ...
કરી ઊભા લોભ લાલચના જાળાં, ઊભા કર્યા જીવનમાં તેં ગોટાળા - કર સલામ...
ગણ્યા મુસીબતોના તેં તારા દહાડા, રહ્યા પડખે ઊભા એમાં કોણ તારા - કર સલામ...
દેખાતા પણ અંધ બન્યા જીવનમાં, ઊતર્યા ના પડળ તો જ્યાં નજરમાં - કર સલામ...
મેળવવું હતું તારે, ના મેળવી શક્યો, તું રહી ના શક્યો, પ્રભુના વિશ્વાસમાં - કર સલામ...
ચિંતામાં ને ચિંતામાં વિતાવ્યું જીવન, બની ગઈ ચિંતા તો હૈયાની ધારા - કર સલામ ...
વિંટાયું છે દુઃખ તો જીવનભર જીવનમાં, વીતતુ નથી જીવન તો દુઃખ વિના - કર સલામ...
રાતદિવસ રાજી કરવા તને રે પ્રભુ, પડશે લેવું તારું તો નામ - કર સલામ...
કામ છે તારું, જોઈએ છે તને, કર હવે તો તું, પ્રભુને નમ્ર સલામ - કર સલામ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)