હતો તું કેવો, ક્યારે ને ક્યાં પૂર્વ જનમમાં
છે યાદ તને આ શું, આવે છે યાદ આ જનમમાં એની તો કદી
કર્યું હતું તેં શું ત્યારે, ક્યારે ને કેવું - છે યાદ
હતા સગાં-વહાલાં ત્યારે કોણ ને કેવા, હવે છે યાદ તને આ શું - છે યાદ
વીત્યા જીવન તારા કેવા, કેટલા ને કયાં, છે યાદ તને આ શું - છે યાદ
મેળવ્યું હશે, ને છોડયું હશે કેટલું ને ક્યારે, છે યાદ આ શું - છે યાદ
મળ્યા હશે અનુભવો જીવનમાં તને ત્યારે તો કેવા, છે યાદ આ શું - છે યાદ
શીખ્યો તું શું-શું ત્યારે, કેવું, ક્યાં ને ક્યારે, છે યાદ આ શું - છે યાદ
ભૂલ્યો તું આ બધું આ જીવનમાં, ભૂલી નથી શકતો કેમ ભૂલવા જેવું આ જનમમાં કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)