ચડતા જાવું છે જ્યાં ઉપર, પગથિયે પગથિયે, પગ મુક્તા ચડતા જાવું પડશે
જોજે પગથિયું ભાર તારો સહન કરે, નહીંતર પડવું તારે ને તારે તો પડશે
પગતળે એને તું રાખતોને રાખતો જાશે, જીવનમાં કદી ના આ તો ભુલાશે
હશે ભલે એ તો જીવનની વાત, કે પ્રભુદર્શનની વાત, આ તો તું કરશે ને કરશે
ના ભૂલી લક્ષ્ય જીવનમાં તો કદી, પગથિયાં તો જીવનમાં, ચડવાને ચડવા પડશે
લઈ જાય જે ઉપરને ઉપર જીવનમાં, પ્રગતિના પગથિયાં જીવનમાં ગણવા એને પડશે
હશે કદી એ તો ખરબચડાં, કદી લપસણાં, નજરમાં સદા એને રાખવા તો પડશે
ચૂક્યા પગથિયાં કે સર્યા પગથિયાં જીવનમાં, નીચેને નીચે સરકતા તો જાવું પડશે
હશે પગથિયાં લાંબા કે ટૂંકા, શ્રદ્ધા ધીરજની શક્તિ, હૈયે ભરવી તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)