છે જગની તું તો પાલનહારી રે માતા, છે જગની તું તો તારણહારી રે માતા
ઉપકારે ઉપકારે રહે સદા તું ઉપકારી, છે સદા તું તો કલ્યાણકારી રે માતા
રહે હૈયે સહુનું હિત તારા, છે તું હિતકારી, છે તું શક્તિની દાતા, છે તું શક્તિશાળી રે માતા
છે નામ તારું તો સદા સુખકારી, છે નામ સદા તારું તો રક્ષણકારી રે માતા
છે સદા ને રહે સદા તું તો ગુણકારી, છે સદા તું તો મંગળકારી રે માતા
છે સદા જગમાં તું તો દુઃખહારી, છે સદા તું તો જગમાં સુખકારી રે માતા
જગને સદા તું તો નિયમમાં રાખનારી, છે માતા તું તો જગને સમજનારી રે માતા
છે જગની સદા તું તો કારણકારી, છે જગને સદા તું તો ચલાવનારી રે માતા
ભાગ્યથી તો છે જગને સદા તું રમાડનારી, જગને સદા છે તું તો દેનારી રે માતા
છે સદા તું તો કરુણાકારી, છે તું તો જગ પર સદા દયા કરનારી રે માતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)