જોયું ભી જીવનમાં જૂઠું ઠરે, ના જોયું એ ભી તો સાચું પડે
મૂંઝવણ રહે સદા તો જીવનમાં, જીવનમાં ક્યારે શું કરવું ધરે
ઊગી સવાર જીવનમાં તો જે, ના એવીને એવી એ તો રહે
બદલાતા રંગ તો એના રે, રંગમાં રંગ એના જીવનમાં સમજવા પડે
શ્વાસેશ્વાસ જીવનમાં લેવા પડે, કિંમત જીવનમાં એની ચૂકવવી પડે
કંઈક એ લઈ જાશે, કંઈક દઈ જાશે, લક્ષ્યમાં સદા આ રાખવું પડે
જીવન નથી કાંઈ કોઈ જાદુ, જીવન તો જીવનની રીતે જીવવું પડે
દેખાયે ના જીવ તો જીવનમાં, જીવનમાં જીવને તો માનવો પડે
રાત્રે ના દિવસ દેખાય, તોયે હસ્તી દિવસની તો સ્વીકારવી પડે
દેખાયે ના જીવનમાં તો ઘણું ઘણું, તોયે જીવનમાં એને માનવું પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)