રાત દિવસ માયામાં જો તું ગૂંથાતો રહેશે, સ્મરણ કરશે પ્રભુનું તું તો ક્યારે
આવ્યો જગમાં ખબર નથી તને, રહીશ જગમાં, કેટલું કેમને ક્યારે
અનેક પાસા છે જીવનના, જાયે બદલાતા, એક પાસાની આશા, રાખી રહ્યો છે તું શાને
અનેક પાસાનું છે જીવન, કરવા સરખું, સાફ કરતો રહેજે, હરેક પાસા તું તો ત્યારે
મારા તારાના વર્ગ હૈયે થાશે ઊભા, મિટાવીશ દીવાલ એની દિલમાંથી તું ક્યારે
દુઃખ દર્દથી ભાગીને જીવનમાં, વળશે ના જીવનમાં તારું તો જ્યારે
ચિંતાની ચિંતા કરનારને, ચિંતા સોંપી, કરીશ સ્મરણ પ્રભુનું તું તો ક્યારે
દિલ ખોલી કરીશ સ્મરણ પ્રભુનું, ખૂલશે દ્વાર જીવનમાં તારા તો ત્યારે
ભક્તિ ભાવ વિના, ના સ્મરણ થાશે પ્રભુનું, મળે ના બજારમાં ભાવો તો જ્યારે
નિયમિત કર સ્મરણ ને પૂજન પ્રભુનું, છે હાથમાં તારા, એ તો જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)