છે પ્રાર્થનાનું શસ્ત્ર જીવનમાં તો એક એવું, સમય સમય પર તો જે કામ લાગતું
બનાવી શ્રદ્ધા વિશ્વાસથી ધારદાર એને તો એવું, રાખજે જીવનમાં સદા હાથવગું
શું વ્યવહારમાં કે શું જીવનના તો વિકાસમાં, કામ લાગશે એ તો એક સરખું
હટી ગઈ હશે આશાઓ તો જ્યાં જીવનમાં, કરી દેશે નવપલ્લવિત એનું એક બિંદુ
દેશે ભુલાવી ચિંતા, રોગ દર્દ તો જીવનના, વહેતું રહેશે જીવનમાં તો જ્યાં એનું ઝરણું
છે ઉત્તમ શસ્ત્ર પાસે એ તો તારે, જીવનમાં શાને પડે છે તારે તો બીજું ગોતવું
ભાવ વિનાનું રાખીશ કે બનાવીશ જો તું એને, બની જાશે ત્યારે તો એ બધું
ચિત્તને મનડું તો જ્યાં એમાં તો ભળતું, ધાર્યું પરિણામ ત્યારે તો એ લાવતું
જગતમાંના તો સહુ જીવો, જીવનમાં તો એને, એકસરખું તો વાપરી શક્તું
જીવનમાં ના પાઈ પૈસા કાંઈ એમાં તો લાગે, સહુ પાસે તો છે એ એક સરખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)