એકવાર તો જોઈ લે તું, મુખડું તારું તો દર્પણમાં (2)
દેખાય છે શું તને હવે, તારી આંખમાં, બાળપણની નિર્દોષતા
નીરખી નીરખી જાશે જો તું, થાશે દર્શન તને ભરી ભરી લુચ્ચાઈના
ઊંડે ઊંડે જોશે જો તું એમાં, મળશે જોવા તને વાસનાની જ્વાળા
ધારી ધારી જોશે જો તું એમાં, મળશે જોવા તેજ લિસોટા ક્રોધના
જોઈશ જરા જો તું ધ્યાનથી, મળશે જોવા તને છુપા બિંદુ ઇર્ષ્યાના
કેવું થઈ ગયું છે મુખડું તારું, મળશે જોવા રેખા તને ચિંતાની રેખાના
ટગર ટગર રહે છે ફરતા તારા નયના, ક્યાં ભૂંસાઈ ગઈ તારી તલ્લીનતા
જોતોને જોતો જાશે એમાં જ્યાં તું, મળશે જોવા તને તારામાં પાકટતા
જોશે જ્યાં શાંતિથી મુખડું તારું, મળશે જોવા તુજમાં રહેલી વિવિધતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)