રહી ના શકું રે માડી, જીવનમાં તો તારા વિના
એ તો કાંઈ મારો ગુનો નથી (2)
હટાવી ના શકું રે માડી, તને તો મારા હૈયાંમાંથી
ખોઈ બેસું ધ્યાનમાં ભાન, બનું બેધ્યાન તો જગમાં
રાખી એક જ આશા જીવનમાં, તારા દર્શનની રે માડી,
સમજું તને એક જ સાચી, બીજે મારે ક્યાંય જવું નથી
જીવનમાં નીકળ્યો છું તારા ધામે પહોંચવા, પહોંચ્યો નથી
ચિત્ત જોડયું તમારામાં, થાય અવહેલના જો અન્યની
કહું તને વાત દિલની, કહું બીજા કોને, દિલ બીજું મારી પાસે નથી
રાતભર યાદ આવે તારી, કરું દિનરાત યાદ હું તારી
રહી છે તું તો પાસે ને પાસે, ને સાથે ને સાથે, દર્શન તારા થયા નથી
શું એ મારો તો ગુનો નથી (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)