જુવો છો જેવો તમે મને, જાણો છો જેવો તમે મને, એવો હું તો નથી
રહ્યો છું મથતો જીવનમાં જાણવાને મને, હું મને તો હજી જાણી શક્યો નથી
રહ્યો છું સાક્ષી જનમ જનમનો, જનમોજનમને યાદ રાખી શક્યો નથી
કારણ વિના થાતો રહ્યો દુઃખી જીવનમાં, રહ્યો કારણોને ગોતતો તો જીવનમાં
બાઝ્યાં નજર ઝીલી તો માયાના, જીવનમાં તો જીવનભર હટાવી શક્યો નથી
જીવનભર બની ના શક્યો હું સાથી મારો, અન્યનો સાથી બની શક્યો નથી
રહ્યો બની કેદીને કેદી જીવનભર, ઇચ્છાઓને વિકારોનો, મુક્ત બની શક્યો નથી
છે વસવાટ કાયમનો તો પ્રભુમાં, મારા સ્થાને હજી પહોંચી તો શક્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)