આવનાર આંધીના એંધાણ પારખી લેશે જે જીવનમા, સુખી એ તો થાશે
આંધી પહેલાં તૈયારી જેની હશે, આંધીમાં અડગ ઊભો એ તો રહી શકશે
આવશે ક્યાંથી કેમ ને ક્યારે જીવનમાં, ના જલદી કોઈ એ તો કહી શકશે
હશે ના તૈયાર તો જે એમાં, એમાં ક્યાંને ક્યાં એ તો હડસેલાઈ જાશે
ઝડપાયા જ્યાં જીવનમાં તો આંધીમાં, રસ્તા ત્યાં તો ક્યાંય ના સૂઝશે
જાણ્યા વિના તાકાત તો આંધીની, એનો મુકાબલો કેમ અને ક્યાંથી થાશે
કાં પૂરી તાકાતથી પડશે કરવો સામનો, કાં શાંતિથી પસાર થવા દેવી પડશે
ઊઠશે જ્યારે આંધી અંતરમાં, નજર સામે ત્યારે બધું તો ધૂંધળું દેખાશે
મન ને હૈયાંને રાખજે કાબૂમાં, બુદ્ધિ જીવનમાં ત્યારે કામ કરવા લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)