કોઈને કોઈની, કોઈ વાતમાં, જીવનમાં જરૂર પડયા વિના રહેતી નથી
કરવી હોય વાત જ્યાં અન્યને, જરૂર અન્યની પડયા વિના રહેતી નથી
કરવા ઝઘડો જીવનમાં તો અન્યની જરૂર પડયા વિના રહેતી નથી
લેવા શ્વાસ તો જીવનમાં, જીવનમાં હવાની જરૂર પડયા વિના રહેતી નથી
થાવું હશે મુક્ત જીવનમાં, ભવફેરામાંથી પુરુષાર્થને પ્રભુકૃપા જરૂર પડયા વિના રહેતી નથી
મનમેળ સાધવા તો જીવનમાં, જીવનમાં બાંધછોડની જરૂર પડયા વિના રહેતી નથી
પાડવા તાળી તો જીવનમાં, જીવનમાં બે હાથની જરૂર પડયા વિના રહેતી નથી
સમજવું હશે જીવનમાં સાચા અન્યને, સમજશક્તિની જરૂર પડયા વિના રહેતી નથી
જ્ઞાન પામવા જીવનમાં, અથાગ મહેનત અને લગનની જરૂર પડયા વિના રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)