સૂરજ ના બદલાયો, ધરતી ના બદલાણી, રસ્તા માનવના તો બદલાયા
મિત્રોને મિત્રોના સમૂહ તો બદલાયા, વેરને વેરી બદલાયા, માનવની વૃત્તિ ના બદલાણી
માનવના તો વસ્ત્રો બદલાયા, રૂપો ને ઘાટ બદલાણાં, આતમરામ એમાં ના બદાલાયો
માનવના ઇતિહાસ જગમાં બદલાયા, માનવના મનડાં તોયે ના બદલાણાં
દેશ ને કાળ તો બદલાણાં, ધરતીના કલેવર બદલાણાં, વિકારો માનવના ના બદલાણાં
સંબંધો માનવના તો બદલાયા, અહંને વિકારોના ઉછાળા માનવના ના બદલાણાં
પહોંચ્યા ના ધ્યેય પર ભલે જીવનમાં, ધ્યેય પ્રભુ મિલનનું જીવનમાં ના બદલાણું
સાગરમાં કંઈક ઉછાળા આવ્યા ને ગયા, ભરતી ઓટ સાગરમાં તો ના બદલાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)