વર્ષાએ પટ ધોયા તો ધરતીના, ધરતીના પટ તો એમાં ધોવાયા
માનવના મનના પટ પરના મેલ તો ના ધોવાયા, ના ધોવાયા
ભીંજવ્યા પટ ધરતીના તો વર્ષાએ, પટ ધરતીના એમાં ભીંજાયા રે ભીંજાયા
કઠોર હૈયાં માનવના, એમાં તો ના ભીંજાયા એ ના ભીંજાયા
મારી ડૂબકી ગંગાજળમાં, તનડાં ભલે એમાં તો ધોવાયા એ ધોવાયા
માનવ મનના મેલ, એમાં તો ના ધોવાયા, એ તો ના ધોવાયા
સૂર્યપ્રકાશથી ધરતીના પટ પર તો અજવાળાં ફેલાયા, એ ફેલાયા
અજવાળી ના શક્યા એ તો હૈયાંના પટને, હટયાં ના એના અંધારા, રે અંધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)