કેમ કરી સમજાવું, મનમાં હું તો મૂંઝાઉં રે પ્રભુ, કેમ કરી સમજાવું વ્યથા મારી
કરું વ્યક્ત એને વાચાથી, કરી ના શકું વ્યક્ત પૂરી રે પ્રભુ, કેમ કરી સમજાવું વ્યથા મારી
જાણું છું, જાણે છે તું બધું, કહું જો હું અધૂરું, પ્રભુ સમજી લેજે તું તો પૂરું
કર્યું સહન ઘણું, હવે સહન નથી થાતું વધુ, થાતું નથી સહન હવે તો જરા ભી
તેં નથી ભલે એ તો દીધું, મારાને મારા કર્મોની ભેટથી, છે એ મને તો મળ્યું
આંખ માંડી બધે, મળે ના રસ્તો રહ્યો છે મૂંઝારો, હૈયાંમાં તો વધતોને વધતો
કરવા દૂર કરી કોશિશો ઘણી, નસીબે યારી ના ધરી, આંખ તારા પર મંડાણી
ભૂલચૂક દેજે મારી વિસારી, કાઢી મારગ એમાંથી, દેજે મને હવે તો ઉગારી
આવે છે યાદ જ્યાં તો એની, દે છે વ્યથા એ તો વધારી, કેમ કરી તને સમજાવું
છૂટતી નથી એ તો હૈયેથી, વળગી છે એ તો એવી, દેજો પ્રભુ હવે એને હટાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)