કેવો છું રે, હું તો કેવો છું રે, હું તો રે પ્રભુ, ના એ હું તો જાણું
થયા નથી દર્શન જીવનમાં તારા રે પ્રભુ, ખામી મારી એને હું તો જાણું
ક્ષણે ક્ષણે લાગે જીવનમાં માર, આવેગના રે પ્રભુ, થાઉં વિચલિત એટલું હું તો જાણું
આવ્યો છું જગમાં, પામવું છે તને રે પ્રભુ, નથી પામ્યો હું તને જીવનમાં, એટલું હું તો જાણું
સંજોગોને સંજોગો કરે રાજ મુજ પર, લઈ ના શક્યો એને જીવનમાં કાબૂમાં, એટલું હું તો જાણું
સમજું છું નથી કાંઈ હું તનડું, તોયે અલગ ના એનાથી પડી શકું, એટલું હું તો જાણું
વાતોને વાતોમાં રહ્યું છે વીતતુ જીવન, કરવાનું રહ્યું છે બધું અધૂરું, એટલું હું તો જાણું
સમજી મને હું તો શાણો, છું કેટલો જીવનમાં હું તો શાણો, ના એ હું તો જાણું
સંજોગો શીખવે તો જીવનમાં, શીખ્યો જીવનમાં હું તો કેટલું, ના એ હું તો જાણું
ખાલીને ખાલી રહ્યો હું તો જીવનમાં, લઈ ના શક્યો લેવા જેવું, એટલું હું તો જાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)