શોધું છું હું તો મારા જીવન સફરના કિનારા રે પ્રભુ, તારા તો ચરણોમાં
શોધું છું મારા દુઃખ દર્દના દિલાસા રે પ્રભુ, હું તો તારા તો ચરણોમાં
જીવનમાં મારી નિષ્ફળતાની, સફળતાની ધારા શોધું છું રે પ્રભુ, તારા તો ચરણોમાં
મારા અશાંત હૈયાંની શાંતિ શોધું છું રે પ્રભુ, હું તો તારા ચરણોમાં
સંસાર તાપથી તપેલા, મારા જીવનનો છાંયડો શોધું છું રે પ્રભુ, તારા ચરણોમાં
પ્રેમ તલસતાં મારા હૈયાંની, પ્રેમધારા શોધું છું રે પ્રભુ, હું તો તારા ચરણોમાં
જીવનની મારી મુસીબતોને મુસીબતોની શોધું છું કાળ રે પ્રભુ, હું તો તારા ચરણોમાં
ઊછળતા મારા હૈયાંના ભાવોના મોજાને સમાવવા શોધું છું, ભવસાગર તારા ચરણોમાં
મારા હૈયાંના પ્રેમના પુષ્પોને ધરવા શોધું છું ચરણો રે પ્રભુ, તારા ચરણોમાં
મારી અશક્તિની ધારામાં પૂરવા શક્તિ, શોધું છું શક્તિની ધારા તો તારા ચરણોમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)