જીતી લઈશ જ્યાં દિલ ને મનડાં, જીવનમાં તો સહુના થઈ ગઈ શરૂ જીવનમાં જિત તારી
લઈશ જીતી જીવનમાં તો જ્યાં, મનડું તું તારું, થઈ જાશે જીવનમાં ત્યાં જિત તો પૂરી
મેળવીશ જર જમીન જીવનમાં, હૈયે રાખીશ વેર બાંધી તો સહુના, રહેશે જિત ત્યાં અધૂરી
મળશે જિત ભલે જીવનમાં તો કેટલી, મનની જિત વિના દઈશ બધી એ તો ઢોળી
રાખી પરમ જિતને સદા લક્ષ્યમાં, જગમાં દેજે જીવન તો એવી રીતે તું ઘડી
મળતીને મળતી જાય જીવનમાં જિત તો જ્યાં થોડી, દેતો ના જીવનમાં હારમાં એને બદલી
રાખીશ સાથે, પ્રેમ, ક્ષમા ને દયા જો જીવનમાં, રાખી શકીશ આશા ત્યારે તો તું જિતની
જીવનની નાની મોટી જિતમાં, જોજે ના એવોને એટલો ગૂંથાતો, જિત પૂરી દે એ તો ભુલાવી
પૂરી જિત વિના, જગમાં જીવનની જિત બીજી બધી, રહેશે એ તો અધૂરીને અધૂરી
જીવનની જીવનમાં જિત તો પૂરી, છે એ એક જ તો જગમાં, જીવનમાંથી તો મુક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)