જીવન જીવવાનું છે જગમાં તારેને તારે, અન્યને પૂછવાની તો જરૂર નથી
કેમ જીવવું જીવન જગમાં સારી રીતે, જગમાં સમજી એ તો લેવાની જરૂર છે
સફળતાએ સફળતાએ જીવનમાં, જીવનમાં બહેકી જવાની તો કાંઈ જરૂર નથી
મળે નિષ્ફળતા જગમાં તો જીવનમાં, હિંમત હારી જવાની તો ના જરૂર છે
વિકારો જીવનમાં તો જ્યાં ત્યજવા નથી, ત્યાં પૂછવાની તો કાંઈ જરૂર નથી
લેવું છે મનને તો કાબૂમાં, એ તો આવતું નથી, લેવું કેમ, જાણવાની જરૂર છે
ડુબાડે અહં અભિમાન તો જીવનમાં, જીવનમાં અહં અભિમાનમાં ડૂબવાની જરૂર નથી
સમય વેડફશો ના જીવનમાં, એનો પૂરો ઉપયોગ કરવાની જીવનમાં તો જરૂર છે
ભરવા છે સદ્ગુણોને હૈયે તો જીવનમાં, જીવનમાં ગુણોને ભજવાની તો જરૂર નથી
મળ્યો છે માનવદેહ તો જગમાં, સફળ કરવાની એને જીવનમાં તો જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)