જ્યાં પડે છે નજર મારી રે પ્રભુ, ઊઠે છે ખીલી સુગંધી પુષ્પો તારી તો એમાંથી
નજરે ને નજરે રમે જ્યાં એ પુષ્પો તો તારા, ચડશે યાદ બીજી ત્યારે તો ક્યાંથી
હોય ભલેને રંગ રૂપ એના તો જુદાને જુદા, મળશે એક સરખી સુગંધ તો એમાંથી
વિચારોને વિચારોનાં ઊઠે ખીલી જ્યાં પુષ્પો તમારા, મળે છે સુગંધ તમારી એમાંથી
હરેક પુષ્પો હોય ભલે તો જુદાને જુદા, બસ નીખરે છે સુગંધ તમારી તો એમાંથી
ક્ષણેક્ષણો જીવનને દઈ જાય છે તાજગી, યાદ ઝરે છે જ્યારે તમારી તો એમાંથી
કર્મેકર્મો તો છે પ્રભુ, પુષ્પો તો તમારા, રહે છે ઊઠતી સુગંધ તમારી તો એમાંથી
પ્રેમ તો છે સદા સુગંધિત પુષ્પ તો તમારું, ઊઠે સુગંધ સદા તમારી તો એમાંથી
કૃપાનું પુષ્પ તો તમારું છે, એ તો અનેરું કરે સુગંધ જીવન, મળે સુગંધ તમારી તો એમાંથી
છે જગ તો વિવિધ પુષ્પોનો તમારો બગીચો, ખિલાવ્યા અનેક પુષ્પો મળે સુગંધ તમારી એમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)