પીવું છે જ્યાં તારે ચોખ્ખું પાણી, ડહોળાયેલાં પાણીને તું ઠરવા દેજે
કચરાને નીચે તું બેસવા દેજે, ચોખ્ખું પાણી એમાંથી તું નિતારી લેજે
ધર્મમાંથી તત્ત્વ તું ગ્રહણ કરી લેજે, બીજું બધું તો તું ભૂલી જાજે
પ્રવચનના સાર તું સમજી લેજે, બીજું એમાંનું તો તું બધું છોડી દેજે
વાતોના વાઘાને તું વીસરી જાજે, મૂળ વાતને એમાંથી તું પકડી લેજે
કર્યો ઉપયોગ જે સમયનો, તારો એનું તું ગણજે, ગયો સરકી, અફસોસ ના એનો કરજે
શરીર તારું તો સદા આ કરતું રહે, મનને ના એમાંથી બાકાત તું ગણજે
દૃષ્ટિમાં જગમાં પડશે તો બધું, જોવા જેવું એમાંથી તો તું જોતો જાજે
સમજવાનું જગમાં તો તું સમજી લેજે, છોડવાનું બધું તો તું છોડી દેજે
કરવાના નિર્ણય જીવનમાં તું કરી લેજે, અમલ એનો તો તું કરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)