તારી વાત છે રે જુદી, તારી રીત છે જુદી રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારી પળ છે રે જુદી, તારી ક્ષણ તો છે રે જુદી રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારી શક્તિ છે જુદી, તારી સહનશીલતા છે રે જુદી રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારી દૃષ્ટિ છે જુદી, તારી સમજણ તો છે પૂરી રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારા સંકલ્પો છે જુદા, તારા રસ્તા તો છે જુદા રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારી વૃત્તિ હોય જુદી, તારા કાર્ય ભી છે જુદા રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારા લક્ષ્ય હોય જુદા, તારા સ્થાન જુદાને જુદા રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારી યુક્તિઓ જુદી, તારા વ્યવહારો જુદા રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારા પગ તો જુદા, તારા હાથ તો જુદા રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
તારા દિવસ ભી જુદા, તારી રાત્રિ ભી જુદી રે પ્રભુ, તારા માપથી ના અમને તું માપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)