શું હતું, શું છે, શું જોઈએ છે, જીવનમાં વિચાર સાચો એનો કરજે
શું કર્યું, શું કરે છે, શું કરવાનું છે, વિચારવાનું ના આ તું ભૂલજે
શું થયું, કેમ થયું, જીવનમાં કયાસ સાચો સદા તું કાઢતો રહેજે
શું કરવું હતું, જીવનમાં શું કર્યું, નજર સદા એના પર તું રાખજે
શું થયું હતું, શું બની ગયો, કદી નજર બહાર ના એ જવા દેજે
શુ છે જીવન, કેમ વિતાવવું, રીત જીવનમાં બરાબર તું શીખી લેજે
શું લેવું, શું દેવું જીવનમાં, જીવનમાં બરાબર આ તું સમજી લેજે
શું ત્યજવું, શું અપનાવવું જીવનમાં, ભૂલ ના આમાં તું કદી કરજે
શું સાચું, શું ખોટું છે જીવનમાં, સદા વિવેક આમાં તો તું રાખજે
શું જોવું, શું ના જોવું જીવનમાં, ભૂલ ના આમાં કદી તો તું કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)