મજબૂરી માનવને જીવનમાં શું ને શું કરાવે, શું નો શું બનાવે છે
જનમતા નથી કોઈ ચોર કે પાપી, મજબૂરી ચોર ને પાપી બનાવે છે
મજબૂરી બની જાય જ્યાં આદત, દ્વાર પાછા મળવાના બંધ કરી જાય છે
સિંહ જેમ ગરજતા માનવીને, જીવનમાં મિંદડી એ તો બનાવે છે
મજબૂરી તબિયતની તો જીવનમાં, માનવને લાચાર તો બનાવે છે
સ્વભાવની મજબૂરી તો જીવનમાં, માનવને નડતીને નડતી આવે છે
ક્રોધ ને ઇર્ષ્યાની મજબૂરી જીવનમાં, ખુદનું ને અન્યનું જીવન બગાડે છે
દુઃખ દર્દની મજબૂરી જીવનમાં, આગળ વધવામાં બાધા નાંખે છે
આળસની મજબૂરી માનવને જીવનમાં, પ્રગતિમાં બાધા નાંખે છે
માયાની મજબૂરી તો જીવનમાં, મુક્તિ માનવની તો અટકાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)