બદલાયું જગમાં તો ઘણું ઘણું, બદલાયો ના કેમ જીવનમાં તું
જનમોજનમ તો તું લેતો રહ્યો, રહ્યો હજી એવો ને એવો તું
કરતો રહ્યો જીવનમાં તો ઘણું ભેગું, શુ લઈ શકીશ સાથે તું
ભેગું કરવામાં ને કરવામાં, બીજું કરી ના શક્યો ભેગું, લઈ જઈ શકે એવું તું
અટક્યો ના કંઈ કરતા તું જીવનમાં, કરી શક્યો કરવા જેવું જીવનમાં તું
જનમોજનમની મહેનત પછીના આ જીવન પર, ફેરવીશ પાણી શું તું
શું તારે જીવનમાં બદલાવું નથી, કે બદલી નથી શક્તો તને તો તું
આવનજાવન થાતી રહે છે જગમાં, સમજી નથી શક્યો એમાંથી તું
મોડું વહેલું બદલાવું પડશે, શા માટે બદલાતો નથી હવે તો તું
જાગે વેરાગ્ય થોડો હૈયે, પાછો માયામાં ડૂબતોને ડૂબતો રહ્યો છે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)