સહેવા તો છે સહેલાં, ઘા સંસારમાં તો બીજા, શબ્દના મણ મણના ઘા માથામાં વાગે છે
જાય હલાવી એ તો વિચારતંત્રને, એકવાર પણ જ્યાં ઘા એના, હૈયાંમાં તો એ વાગે છે
મમતાના ઘા, જીવનમાં લાગે છે મીઠાં, લાગે આકરા એ ત્યારે, હૈયાંમાં તાણ જ્યારે એ જગાવે છે
પ્રેમના ઘા, જીવનમાં સહુ કોઈ તો ચાહે, લાગે એ આકરા, વિરહ જ્યારે એ તો જગાવે છે
મૌનના ઘા, બને ના સહેવા તો સહેલાં, શબ્દની તડપન, હૈયે જ્યારે એ તો જાગે છે
મીઠી નજરના ઘા જીવનમાં લાગે રે મીઠાં, બની જાય સહેવા આકરા, હૈયું જ્યારે એ વીંધી જાય છે
પાપના ઘા બને સહેવા ના સહેલાં, આગ પશ્ચાતાપની, હૈયે જ્યાં એ તો જલાવે છે
તનના ઘા જીવનમાં બનશે સહેવા રે સહેલાં, ઘા અંતરના સહેવા સહેલાં ના બની જાયે છે
કોઈ ઘા વહાવે રૂધિર જીવનમાં, સહેવા નથી સહેલાં ઘા, જે અંતરમાં આંસુ તો પડાવે છે
ઘાએ ઘાએ રહે સ્થિતિ જીવનમાં બદલાતી, રહેજો સદાયે સજાગ, વેર જ્યાં એ તો જગાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)