છે પડકાર તો માયાનો, સહુ માનવને જીવનમાં, છૂટાય તો પાસમાંથી મારા છૂટી જાજે
કરીશ હાલ બેહાલ હું તો તમારા મારા પાસમાંથી, જીવનમાં બચાય તો બચી જાજો
હશે રસ્તા મારા તો જુદા ને જુદા, જીવનમાં જો ઓળખાય તો એને ઓળખી લેજો
ભલભલાને જીવનમાં મેં તો બાંધી લીધા, રહેવાય તો જીવનમાં મારાથી દૂર રહેજો
દઈશ તમારું ભાન હું તો ભુલાવી, રહેવાય તો જીવનમાં, તમારા ભાનમાં તમે તો રહેજો
પહોંચવા નહીં દઉં હું તો તમને મુક્તિના દ્વાર, પહોંચવા કોશિશ જીવનમાં તમે કરી જોજો
રહીશ હું તો નીત નવા દાવ તો નાંખતી, દાવ મારા જીવનમાં સમજાય તો સમજી લેજો
છું ભલે હું અંશ તો પ્રભુનો, પહોંચવા નહીં દઉં તમને પ્રભુ પાસે, રહેવાય તો મક્કમ રહેજો
મળી જાય ઋષિ મુનિવરો કંઈક જગમાં, સ્થાન તમારું જગમાં, નક્કી તમે તો કરી લેજો
લાવશો ના ભક્તિ ને વેરાગ્ય તમારી સાથે, ચાલશે ના મારું એની પાસે, યાદ આ તો રાખી લેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)