વધાવી લઈશું, વધાવી લઈશું વ્હાલા રે પ્રભુ, જીવનમાં તારી હર વાતને
કરશું પ્રેમથી રે વ્હાલા રે પ્રભુ જીવનમાં, સમજીને તમારા તો હર કામને
કરવી નથી રે ફરિયાદ તને રે પ્રભુ, ભરવી છે હૈયાંમાં તમારી યાદને
ભૂલી ના શકીએ, ભૂલવી નથી રે પ્રભુ, જીવનમાં તો તમારા પ્યારને
ભરવા છે હરેક પગલાં તો જીવનમાં, એવા નજદીક લાવે પ્રભુ તમને
ત્યજતા જવા છે જીવનમાં રે પ્રભુ, ખોટા ભારને તો સમજી સમજીને
કરવું છે હરેક કાર્ય તો જીવનમાં, નજર સામે રાખીને પ્રભુ તો તમને
દુઃખ દર્દ તો દઈશું હૈયેથી હટાવી, દિલ અર્પણ તમને તો કરીને
રહેવું છે જગમાં, કરવું છે જગમાં, જીવનમાં તો તારાને તારા બની ને
તારી શક્તિ ને દયા વિના તો ના બનશે, જીવવું છે જગમાં તારું પાત્ર બનીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)