Hymn No. 4394 | Date: 08-Dec-1992
રહ્યો છે ચડતો ને ચડતો આશાનો પતંગ મારો, આકાશે પ્રભુ, એ તો તારા આધારે
rahyō chē caḍatō nē caḍatō āśānō pataṁga mārō, ākāśē prabhu, ē tō tārā ādhārē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-12-08
1992-12-08
1992-12-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16381
રહ્યો છે ચડતો ને ચડતો આશાનો પતંગ મારો, આકાશે પ્રભુ, એ તો તારા આધારે
રહ્યો છે ચડતો ને ચડતો આશાનો પતંગ મારો, આકાશે પ્રભુ, એ તો તારા આધારે
રાખજે એને ચગતો ને ચગતો રે પ્રભુ, જોજે ના એ તો કપાયે, એ તો કપાયે
છે દોર ભલે એનો હાથમાં રે મારા, રહ્યો છે ઊડતો એ તો પ્રભુ, તારા પવનના સહારે
મથી રહ્યાં છે કંઈક પતંગો કાપવા એને, બચી ગયો છે એ તો એક તારા સહારે
મળી છે મોકળાશ એને ઊડવાની, લઈ રહ્યો છે એની મજા પ્રભુ, એ તારા પ્રતાપે
કદી વાયા પવનના સૂસવાટા એવા, હચમચાવી ગયા, ટકી રહ્યો છે એક એ તારા સહારે
તૂટયો દોર જો હાથમાંથી તો મારા, પહોંચશે એ કઈ ખીણમાં, પ્રભુ એ તો તું જાણે
રહેશે ક્યાં સુધી એ ચગતો ને ચગતો, આકાશે તારા પ્રભુ, એક એ તો તું જાણે
તોડે કે છૂટે દોર હાથમાંથી મારા, દોર લઈ લેજે એનો તારી પાસેને પાસે
છે પતંગ એ તો તારો, દોર હોય ભલે હાથમાં મારા, ઊડે છે એ તો એક તારા સહારે
https://www.youtube.com/watch?v=G_RLgphm90U
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહ્યો છે ચડતો ને ચડતો આશાનો પતંગ મારો, આકાશે પ્રભુ, એ તો તારા આધારે
રાખજે એને ચગતો ને ચગતો રે પ્રભુ, જોજે ના એ તો કપાયે, એ તો કપાયે
છે દોર ભલે એનો હાથમાં રે મારા, રહ્યો છે ઊડતો એ તો પ્રભુ, તારા પવનના સહારે
મથી રહ્યાં છે કંઈક પતંગો કાપવા એને, બચી ગયો છે એ તો એક તારા સહારે
મળી છે મોકળાશ એને ઊડવાની, લઈ રહ્યો છે એની મજા પ્રભુ, એ તારા પ્રતાપે
કદી વાયા પવનના સૂસવાટા એવા, હચમચાવી ગયા, ટકી રહ્યો છે એક એ તારા સહારે
તૂટયો દોર જો હાથમાંથી તો મારા, પહોંચશે એ કઈ ખીણમાં, પ્રભુ એ તો તું જાણે
રહેશે ક્યાં સુધી એ ચગતો ને ચગતો, આકાશે તારા પ્રભુ, એક એ તો તું જાણે
તોડે કે છૂટે દોર હાથમાંથી મારા, દોર લઈ લેજે એનો તારી પાસેને પાસે
છે પતંગ એ તો તારો, દોર હોય ભલે હાથમાં મારા, ઊડે છે એ તો એક તારા સહારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē caḍatō nē caḍatō āśānō pataṁga mārō, ākāśē prabhu, ē tō tārā ādhārē
rākhajē ēnē cagatō nē cagatō rē prabhu, jōjē nā ē tō kapāyē, ē tō kapāyē
chē dōra bhalē ēnō hāthamāṁ rē mārā, rahyō chē ūḍatō ē tō prabhu, tārā pavananā sahārē
mathī rahyāṁ chē kaṁīka pataṁgō kāpavā ēnē, bacī gayō chē ē tō ēka tārā sahārē
malī chē mōkalāśa ēnē ūḍavānī, laī rahyō chē ēnī majā prabhu, ē tārā pratāpē
kadī vāyā pavananā sūsavāṭā ēvā, hacamacāvī gayā, ṭakī rahyō chē ēka ē tārā sahārē
tūṭayō dōra jō hāthamāṁthī tō mārā, pahōṁcaśē ē kaī khīṇamāṁ, prabhu ē tō tuṁ jāṇē
rahēśē kyāṁ sudhī ē cagatō nē cagatō, ākāśē tārā prabhu, ēka ē tō tuṁ jāṇē
tōḍē kē chūṭē dōra hāthamāṁthī mārā, dōra laī lējē ēnō tārī pāsēnē pāsē
chē pataṁga ē tō tārō, dōra hōya bhalē hāthamāṁ mārā, ūḍē chē ē tō ēka tārā sahārē
English Explanation |
|
My kite of hopes is flying high in the sky, Oh God, on your support.
Keep it flying high Oh God, make sure it does not get cut, it does not get cut.
Even though its string is in my hands Oh God, but it is flying with the support of your wind.
Lot of kites are trying to cut it, but it is saved only due to your support.
It has got the space to fly high, it is taking pleasure of that Oh God, due to your glory.
Sometimes the wind blows so much, it creates terror, my kite of hopes survives only due to your support.
If the string breaks from my hand, it will land in which ravine, that only you will know Oh God.
Till how long it will remain flying high in the skies Oh God, that only you know.
If the string breaks or slips from my hand, then you take the string in your hands.
It is after all your kite, even if the string is in my hands, it is flying only due to your support.
|