રહેતાને રહેતા આવ્યા ભલે જીવનમાં, ભાગ્યના સાથમાં તો ગુલતાનમાં
મુકાવી દીધા ભાગ્યે તો જગમાં, માન તો જીવનમાં તો ભલભલાના
વાંચી ના શક્યા એંધાણ તો ભાગ્યના જીવનમાં, ભોગ એમાં બન્યા ભાગ્યના
કદી ભાગ્યે રડાવ્યા, કદી તો હસાવ્યા, જ્યારે એમાં એ તો તણાયા
ચડ ઊતર થાતી રહી એની તો જીવનમાં, ચાલ એની જીવનમાં ના સમજી શક્યા
કદી ખીલી ઊઠયા, કદી તો મૂંઝાયા, ખેલ ભાગ્યે એવાં તો ખેલાવ્યા
રાખ્યા જીવનમાં ભાગ્યના રોટલા કે પુરુષાર્થના, જીવનમાં ના એ કહી શક્યા
જોષીઓ જોષ જીવનના જોઈ શક્યા, સંતો જીવનમાં એને બદલી શક્યા
ભાગ્યમાં જીવનમાં માથે હાથ દઈ જે બેસી ગયા, ના જીવનમાં એ કાંઈ કરી શક્યા
ભાગ્ય વિના રહે પુરુષાર્થ અધૂરો, પુરુષાર્થ વિના ભાગ્ય અધૂરું રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)