આશ હૈયાંમાં જ્યાં લાગી છે, એને બુઝાવનાર જોઈએ, ના ભડકાવનાર જોઈએ
હિંમત દેનાર જીવનમાં તો જોઈએ, ના એને જીવનમાં તોડનાર તો જોઈએ
દર્દની મલમપટ્ટી કરનાર જીવનમાં તો જોઈએ, જીવનમાં ના એને વધારનાર તો જોઈએ
પ્રેમનો સ્વીકારનાર જીવનમાં તો જોઈએ, જીવનમાં ના એનો તરછોડનાર તો જોઈએ
સાચું સમજાવનાર જીવનમાં તો જોઈએ, ના શંકાઓ જગાડનાર જીવનમાં તો જોઈએ
સંતોષથી જીવનાર જીવનમાં તો જોઈએ, ના જીવનમાં અસંતોષ જગાડનાર તો જોઈએ
સાચી મહેનત કરનાર જીવનમાં તો જોઈએ, ના જીવનમાં આળસમાં રહેનાર તો જોઈએ
હળીમળી સહુ સાથે રહેનાર જીવનમાં જોઈએ, ના વેર જીવનમાં જગાડનાર તો જોઈએ
જીવનજ્યોત જગાવનાર જીવનમાં તો જોઈએ, ના જીવનમાં એનો બુઝાવનાર તો જોઈએ
દિલ ખોલી દિલની વાત કહેનાર તો જોઈએ, ના દિલથી દિલની વાત છુપાવનાર તો જોઈએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)