કરવા છે જીવનમાં જેને તારે તો તારા, યત્નોને કહેજે તું એની દિશામાં
મનને યત્નોને દેજે જોડી તું એમાં, રાખજે ના અધૂરા યત્નો એના તારા
ડરની દીવાલો કરીશ ઊભી જો તું એમાં, બનાવી શકીશ ક્યાંથી એને તો તું તારા
અંતર જો તોડી શકીશ એના ને તારી વચ્ચેના, બનાવી શકીશ ક્યાંથી એને તું તારા
પડે જરૂર જે જે છોડવા, કરવા એને પોતાના, રહેજે તૈયાર, બનાવી શકીશ તો એને તું તારા
બનાવી પોતાના ના અટકી જાતો તું, જોજે રહે જીવનમાં સદા ને સદા એ તો તારા
જ્યાં બન્યા છે પ્રભુ તો તારા, રાહ ના જો તું જીવનમાં, બનાવવા એને તો તારા
કરવા જેવું જો હોય મુખ્ય કામ જીવનમાં, છે એ તો, પ્રભુને કરવા તો તારા
સહન કરવું પડે જે જે, સહી લેજે તું હસતા હસતા, જીવનમાં કરવાને એને તો તારા
છે જીવનનું અંતિમ ધ્યેય આ તો સહુનું, ચૂક્તો ના એ લક્ષ્ય તારું, પ્રભુને કરવાના છે તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)