સ્થાન ના દે એને તું હૈયાંમાં, ઓળખી લે એને તું હૈયેથી,
રોકી રહ્યો છે જે રાહ તો તારી
મીઠી મીઠી વાતોથી ને મીઠાં દેખાવોથી, દે એ તો ભરમાવી,
રોકી રહ્યાં છે એ પ્રગતિ તારી
બની જીવનમાં તારા ને તારા રહેશે ખોદતા, તારા પતનના તો ખાડા,
રોકશે એ તો રસ્તા તારા
ઓળખી જાજે જીવનમાં તું તો એને,
રોકી રાખશે દ્વાર પ્રગતિના એ તો તારા
કરશે હર વાતમાં હાં, તારી હાંમાં ડોકું ધૂણાવનારા,
તારી પાછળ તારી ખણખોદ કરનારા
તારા દુઃખ દેખી નયનોથી પાડશે આંસુ,
તારી પાછળ તને તો એ ગાળ દેનારા
સુખમાં સાથ દઈ તને ફુલાવનારા,
દુઃખમાં તને તો એકલો રાખી, છોડી જનારા
સ્વાર્થે સ્વાર્થે રહેશે તારી સાથે, સ્વાર્થ સાધનારા,
અચકાય ના તારું એ ગળું કાપનારા
સલાહ દેવામાં હશે એ તો શૂરા, મારી ધક્કા દેશે તને પાડી,
રોકશે રસ્તા બધા જો તારા
ખોટા ખોટા સાથ દેશે તને,
અણી વખતે જીવનમાં એ તો પીઠ ફેરવી જનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)