હતી જ્યાં સુધી તો એ પેટમાં, હતી ત્યાં સુધી તો એ સચવાયેલી
નીકળી જ્યાં મુખમાંથી તો એકવાર બહાર, એ ગઈ ફેલાતીને ફેલાતી
પહોંચી જ્યાં એ તો કાનથી તો બીજા કાન સુધી, ગઈ એ તો ફેલાતી
સાચાખોટાની તપાસવાની ના કોઈએ એમાં તસ્દી એની લીધી
છે જરૂર જે વાતને તો ફેલાવવાની, જરૂર બહાર એને તો કાઢવી
રાખવી છે ગુપ્ત તો જેને, રાખવી પેટમાંને પેટમાં એને તો સાંચવવી
વાત ભલે હો કોઈના વિષેની, નિષ્ફળતાની કે કોઈની અંગત મુલાકાતની
સમય પહેલાં જાશે જો એ ફેલાઈ, રહી જાશે તો એ એમાં કાચીને કાચી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)