નજર સામે રાખીને મંઝિલને તું તારી, એ તરફ ચાલવાની કર તું તૈયારી
જ્યાં છે ત્યાં પહોંચવાની તમન્ના દિલમાં ભરી, રાહ હવે શાની તો છે જોવાની
હોય ભલે એ મુસાફરી લાંબી કે ટૂંકી, જાજે ના હિંમત એમાં તો તું હારી
મળે તને કોઈ સાથ કે સાથી જો સાથે, લેજે જીવનમાં એને તો તું સ્વીકારી
બની વ્યસ્ત તો જીવનમાં અન્ય ચીજોમાં, દિશા એની તો નથી કાંઈ ભૂલવાની
જેટલું એ દિશામાં ચાલ્યા, એટલું નજદીક એની આવ્યા, મંઝિલ તો નથી ભૂલવાની
ઊઠે ભલે તોફાનો રાહમાં, સંકટ ભલે સહેવા પડે રાહમાં, મંઝિલ નથી તો છોડવાની
છે મંઝિલ એ તો તારી, ભલે અન્યએ એ ના સ્વીકારી, રાખજે તૈયારી ચાલવાની
ફરકાવજે મંઝિલ પર ઝંડો તો તું તારો, જાગશે હૈયાંમાં સફળતાની ખુમારી
લેજે ના નામ એમાં તો થાકવાનું, રાખજે બસ તૈયારી તું ચાલવા ને ચાલવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)