થોડી વાત મારી, થોડી વાત તારી પ્રભુ, જાય જો એ મળી, મળી જાય દિશા ચાલવાની
કર્યો હોય નિર્ધાર સાચો, જાય મળી એને જો ભાગ્યનો સહારો, જીવન બદલી એ દેવાની
રહેશે જો બુંદ બની, હવા જાશે તો સૂકવી, બુંદે બુંદે બની સરિતા, ખળખળ એ વહેવાની
જાય જો ઝીણી ઝીણી કાંકરીઓ ખરતીને ખરતી, ધીરે ધીરે દીવાલ એ તો પડવાની
રહેશે જો કામ થોડું થોડું છોડતાને છોડતા, બની ઢગ તમનેને તમને તો એ ડરાવવાની
ઘસતાંને ઘસતાં, ધાર તો ચપ્પુની, તેજદારને તેજદાર એ તો બનવાની
સાકરથી કર્યું મધ જેવું પાણી તો મીઠું, ભળ્યું એક ટીપું ઝેરનું, નકામું એને બનાવવાની
ડગલેડગલું માંડયું જ્યાં સાચી દિશામાં, મંઝિલ ત્યાં નજદીકને નજદીક આવવાની
પડશે કરવા મેળ તારીને મારી વાતોના, રીત તો છે આ જગમાં આગળ વધવાની
છે સંબંધ જ્યાં આપણો તો સાચો, છે ફરજ તમારી અમને તો સાચવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)