આવશે કોણ ક્યારે કોના રે જીવનમાં, ના એ તો કોઈ કહી શકે
લેશે કબજો જીવનનો કોણ ને ક્યારે, ના એ તો કોઈ કહી શકે
હૈયાંની સૂકી ધરતી, થાશે ભીની એ ક્યારે, ના એ તો કોઈ કહી શકે
દુઃખમાં થાશે ભીની ભીની આંખો, થાશે સૂકી ક્યારે, ના એ તો કોઈ કહી શકે
વેદનાની મુખ પરની રેખાઓ, ભુસાશે એ ક્યારે, ના એ તો કોઈ કહી શકે
બંધાશે સંબંધો, કોની સાથે કેવાને ક્યારે, ના એ તો કોઈ કહી શકે
મન બદલાશે કોનું એ તો કેમ અને ક્યારે, ના એ તો કોઈ કહી શકે
માનવી જીવનમાં તો શું કરશે, કેમ અને ક્યારે, ના એ તો કોઈ કહી શકે
વિચારો બદલાશે કોના કેમ અને એ ક્યારે, ના એ તો કોઈ કહી શકે
મળશે જનમ માનવીને કેવો, કેમ અને ક્યારે, ના એ તો કોઈ કહી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)