છે રાહ જીવનની તો, આકરી, આકરી ને આકરી
થાશે કદી ધાર્યું જીવનમાં, થાશે કદી તો અણધાર્યું
કદી સાથને સાથમાં વીતશે, કરશે કદી દૂશ્મનાવટ ઊભી
થાયે પસાર એ તો ગમતાને અણગમતા દૃશ્યોમાંથી
દુઃખના ખડકો પરથી રહી છે એ તો પસાર થાતી
સુખની ટોચને લક્ષ્યમાં સદા એ તો રાખતીને રાખતી
ગણું પુરુષાર્થ કે લીટી ભાગ્યની, મારી છે એ રાહ તો મારી
છોડી રાહ એ જીવનની, રાહ નથી બીજી કોઈ સ્વીકારવી
રાહે રાહે ચાલું છું, મારી કરજો રાહ એને તો તમારી
છે એ રાહ તો મારે માટેની, છે રાહ એ મારે માટે સાચી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)