રાચી રાચી જૂઠા સપનામાં, દિલને જીવનમાં ના તું બહેલાવ
પામવાનું છે આ ધરતી પર જે, બહેલાવી, બહેલાવી ના ફોસલાવ
પાડી પાડી આદત જૂઠા સપનાની, જીવનને એમાં તો ના ગરકાવ
પાર પાડવા છે અનેક કાર્યો જીવનમાં, દિલને કામમાંથી ના ભગાવ
જીવનમાં માયાજાળ છે કાંઈ ઓછી, સપનાની માયાજાળ તું ના રચાવ
દુઃખદર્દ તો છે અંગ જીવનનું, જીવનમાં એને સહજતાથી તું અપનાવ
બનાવી જીવનને તો એવું સોનેરી, એવા જીવનને દિલ પર તું મઢાવ
નાચવું પડે છે જગમાં પ્રભુને ઇશારે, તારા ઇશારે સપનાને તું નચાવ
જૂઠા સપનાના નશામાં રાચી રાચી, એવા જૂઠા નશા જીવનમાં ના ચડાવ
જૂઠા સપનાની જૂઠી માયામાં, જીવનમાં દિલને એમાં ના તું બહેલાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)