ધરતી એની એજ રહી છે, રહી છે, જુદા જુદા જમાનાને જોતી
કંઈક સૂકી નદીઓને, જોઈ હતી એણે, ખળખળ વહેતીને વહેતી
ભરત રામના બંધુપ્રેમ જોયા, કંઈક બંધુઓને જોયા, કોર્ટ કચેરીના પગથિયાં ચડતા
માનવજાતની જોઈ એણે સ્થિતિ, મૂઠ્ઠી ભર અનાજ કાજે, લડતીને ઝઘડતી
જોયા એણે આ ધરતી પર, કંઈકને સંકુચિતતામાં રાચતા ને કંઈક મોટા મનના માનવ
માનવ માનવને રહેંસતા જોયા, રહ્યા કંઈક માનવને માનવ તો ઉગારતા
કંઈક મહેલમહેલાતો ઊભી થાતી જોઈ, કંઈક ખંડિત થાતા એ રહી જોતી
એના એજ ચંદ્ર સૂરજને ઊગતા અને આથમતા, રહી સદા એ તો જોતી
સાગરના જળના મોજાને ઊછળતા સદા એણે જોયા, એના કિનારે રહ્યાં કરતા મસ્તી
ઊંચે ઊંચે આભમાં, રહી અનેક તારલિયાઓને ટમટમતા સદા તો નીરખતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)