જીવનના જામ પડયા છે સૂના, કોઈ એને ભરતા નથી, કોઈ એને પાતા નથી
ભરવા છે તૈયાર એને ઘણા, ભરવું છે જે એમાં, એમાં એ તો એ ભરતા નથી
ભરે છે જામ એ તો એનાથી, નશા જીવનમાં તો એના ચડી શક્તા નથી
ચડતા નથી નશા પાણીના જીવનમાં, બેસમજ એ તો એ સમજતા નથી
રહ્યાં છે જામ તો અધૂરાને અધૂરા, જોઈ રહ્યાં છે રાહ ભરાવાની, કોઈ એને ભરતા નથી
આશા છે કે ભરશે કોઈ એને, એના ભરવાવાળા જલદી તો મળતા નથી
પ્રેમ ભૂખ્યા અંતરની પુકાર, પ્રેમીજન વિના કોઈ એને સાંભળી શકતા નથી
છલોછલ ભરાયા હશે જામ ભલે પ્યારથી, પ્યાર એમાં તોયે સમાયા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)