રંગે-રંગે વિવિધ રંગે, રંગાયા છે સર્વે આ જગમાં
કોઈને ચડ્યો કૃષ્ણનો રંગ, કોઈ રામ રંગે રંગાયા
કોઈ શ્રીજી રંગે રંગાયા, કોઈ સ્વામીનારાયણમાં ભીંજાયા
કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ જરથુસ્ટ્રના રંગે રંગાયા
સર્વે પોતાના રંગ સમજ્યા, છે એ બીજાથી સવાયા
ભૂલ્યા છે એ દિશા, સર્વ રંગ છે સફેદમાં સમાયા
વિવિધ લાકડી બળતી તોય જ્યોતમાં ફરક નથી ક્યાંય દેખાયા
જ્યોત જલી જ્યાં-જ્યાં જગમાં, એમાં ભેદ નથી ક્યાંય દેખાયા
બીજાના રંગ છે કાચા, પોતાના જ રંગ છે બહુ સાચા
ખોટા વિચારોની કરી દીવાલો, એની સાથે સહુ ટકરાયા
રંગે-રંગે રંગાઈ, સાચા રંગે છે જે સદા રંગાયા
એની દૃષ્ટિમાંથી, કર્તાની કૃપાથી, ભેદ છે ભૂંસાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)