દોષ પ્રભુનો તું કાઢે છે શાને, દોષ પ્રભુનો તું કાઢે છે શાને
ભર્યા ભર્યા જામ જીવનના એણે તો જગમાં, પીતા કે લેતા ના આવડયું તને
કર્મોની ભરી ભરી જગમાં તું લાવ્યો, હવે એમાં તો તું અટવાયો
લોભ લાલચની પાછળ જીવનમાં તું દોડયો, અસ્થિર એમાં તું બન્યો
કામક્રોધના વશમાં તું આવ્યો, જીવનની ઉથલપાથલ એમાં તું પામ્યો
ઇચ્છાઓને ઇચ્છાઓ પાછળ રહ્યો તું દોડતો, અંત ઇચ્છાઓનો ના આવ્યો
વૃત્તિઓનો દોર છૂટો તું મુક્તો આવ્યો જીવનમાં, દુઃખીને દુઃખી થાતો આવ્યો
દોરી સંયમની મુક્તો આવ્યો, જીવનમાં પાપ કર્મોમાં તો તું ફસાયો
માનઅપમાન સહુનું કરતો આવ્યો, જીવનમાં માનઅપમાનનો વારો આવ્યો
તારી જાતથી તું ડરતો આવ્યો, એમાં બધાથી તો તું ડરતો આવ્યો
સંજોગે વિશ્વાસમાં તું ડગતો આવ્યો, આંધળી દોટ બધે તો તું મૂકતો આવ્યો –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)