કરી કૃપા, અમને તમારા હૈયાંમાં પ્રભુ, દેજો થોડી જગ્યા
પ્રભુ અમે એમાં તો સમાઈ જાશું, અમે એમાં તો સમાઈ જાશું
કરી ખુલ્લા લાગણીના હૈયાંના બંધ અમારા, તમારા ચરણમાં અમે વહાવી દેશું
આવશું જ્યાં હૈયાંના સંસર્ગમાં તમારા, ઉત્પાત અમારા અમે ભૂલી જઈશું
મળી ગઈ નજદીકતા અમને જ્યાં તમારી, તમારાને તમારા અમે બની જાશું
ભીડ અગવડ ના લાગશે અમને એમાં, સગવડ અમારી અમે કરી લેશું
તમારા હૈયાંની હૂંફ મળતાં અમને, પ્રગતિ અમારી અમે એમાં સાધી લેશું
મળતા હૈયાંના હૈયાંમાં તમારા, તમારા હૈયાંની ધડકન અમે તો બની જાશું
મળી જાતા સ્થાન હૈયાંમાં અમને, તમારી દૃષ્ટિમાં અમે સમાઈ જાશું
મળી ગયું સ્થાન હૈયાંમાં જ્યાં તમારા હૈયાંમાં, સુખદુઃખ જીવનના બધા ભૂલી જાશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)